પ્રાણિક હિલિંગ COSMIC BATH
🌿 #COSMIC BATH🌿
બ્રહ્માંડ ની દિવ્ય પ્રાણ શક્તિ વડે શરીર મન આત્માનું સ્નાન અને શુદ્ધિકરણ.
🌿 *કોસ્મિક બાથ શું છે?*🌿
🌿 *શામાટે જરૂરી છે?*🌿
🌿તમે ક્યારેય વિચાર કર્યો છે જંગલમાં ઝાડ પાન ઔષધિ કઈ રીતે ઉગે છે? તેને પોષણ કોણ આપે છે? તેને ખાતર, પાણી કોણ આપે છે? કોઈ મનુષ્ય તેની કોઈ પ્રકાર ની માવજત નથી કરતા, જાળવણી નથી કરતા, રક્ષણ નથી કરતા, પોષણ નથી આપતા તો પણ એ વૃક્ષો, વેલાઓ કઈ રીતે ટકી રહે છે??
જંગલી પશુઓ, પક્ષીઓ, કીટકો આદિ નું રક્ષણ અને પાલન પોષણ કોણ કરે છે?
🌿કહેવાનું તાત્પર્ય એ કે પરમાત્મા ઈશ્વર ભગવાન શિવ નારાયણ એ સર્વજગત માં વ્યાપ્ત છે.
એ પરમ તત્વ #COSMIC ENERGY જ આપણને જીવાડે છે તેમની કૃપાથી જ આપણે જીવિત છીએ.
તેમની કૃપાથી જ જંગલ હરિયાળા છે. તેમની કૃપાથી પ્રકૃતિ ખીલે છે, ઋતુઓ બદલે છે, વરસાદ આવે છે, સૂર્યનારાયણ ઉગે છે અને અસ્ત પામે છે.
પરંતુ, હમણાં છેલ્લા થોડા વર્ષોથી પ્રકૃતિમાં ફેરફાર થઈ રહ્યા છે. પ્રકૃતિ તેનું અસલ દૈવત્વ ગુમાવી રહી છે. *ગ્લોબલ વોર્મિંગ* જેવા શબ્દો વિશ્વસ્તરે ઉછળી રહ્યા છે.
તેનું કારણ મનુષ્ય પોતે છે.
🌿 *મનુષ્ય દોડે છે સુખ ને શોધવા અને મેળવે છે દુઃખ..!*
🌿 *ચાલો, જરા હિસાબ લગાવીએ, સરવાળો માંડીએ કે આપણે દિવસ દરમિયાન, જીવન દરમિયાન શું મેળવીએ છીએ!! થોડા જાગ્રત બનીને સુખ અને દુઃખનો, ફાયદા અને નુકશાનનો, પોઝિટિવ અને નેગેટિવ એનર્જીનો હિસાબ લગાવીએ.*
🌿૧)સામાન્ય રીતે આપણે જે ભોજન લઈએ છીએ તે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વડે ઉગાડેલું હોય છે. *એટલે કે ભોજન ઝેર યુક્ત છે.* જે અનેક પ્રકારના રોગ દર્દ ઉત્પન્ન કરે છે. (સિવાય કે તમે સજીવખેતી ના અન્ન અને શાકભાજી નો ઉપયોગ કરતા હોય.)
(નવી ભોજનપ્રથા ના એક પુસ્તકમાં *બિન સજીવખેતી નો ખોરાક ' યોગ્ય' હોય છે* એ બાબત નું લખાણ વાંચ્યું..!! આવા પ્રચારથી લોકો ગેરમાર્ગે દોરાય છે, ભ્રમિત થાય છે. નવી આવૃત્તિ માં સુધારો થાય એવી પ્રાર્થના.)
ટૂંકમાં, ભોજન શુદ્ધ નથી રહ્યું માટે *શુદ્ધિકરણ જરૂરી છે.*
🌿૨) હવા અને પાણી દિન પ્રતિદિન અશુદ્ધ થઈ રહ્યા છે.
વાહનો વધી રહ્યા છે જે દરરોજ પ્રદુષણ ની માત્રા વધારે છે.
જમીનમાં પાણી ઉતારવાની પ્રક્રિયા ધીમી પડી રહી છે. અને ઉલેચવાનું વધી ગયું છે. ડિટરજન્ટ, સાબુ, કેમિકલ નો વધુ વપરાશ જમીન, પાણી અને હવા ને અશુદ્ધ કરે છે જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આપણાં શરીર અને મન ને અશુદ્ધ કરે છે માટે *શુદ્ધિકરણ જરૂરી છે.*
🌿૩)આપણી જીવનશૈલી આરામદાયક બની છે. આપણે જેને સુખ સગવડતા માનીએ છીએ એ જ બાબતો આપણને અંતિમ તો દુઃખ જ આપે છે.
ઉદાહરણ: વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, એર કંડીશનર, ડીશ વોશર, રોટી મેકર, વાઈબ્રેટર, વોકર મશીન વગેરે...
આ સાધનોના ઉપયોગથી શરીર ને શ્રમ નથી પડતો માટે પરસેવા વાટે ટોક્સિન/કચરો બહાર નથી નીકળતો માટે *શુદ્ધિકરણ જરૂરી છે.*
🌿૪)ટેલિવિઝન અને સિનેમા વડે શું મળે છે?
એવા કેટલા કાર્યક્રમો, સિરિયલ્સ કે પિક્ચરો હોય છે જે જીવન નું ઘડતર શીખવે, સમાજ માં એકતા ભાઈચારો ફેલાવે, બાળકો અને વડીલોને સુસંસ્કારીત કરે, આપણાં મન ને પોઝિટિવ એનર્જી થી ભરપૂર બનાવે..!??
ટૂંકમાં ટીવી સિરિયલ્સ અને જાહેરાતો વડે મન-મસ્તિષ્ક માં જે નેગેટિવ વાઈબ્રેશન દાખલ થાય છે તે આપણાં ભવિષ્યનું એટલે કે 'ભાગ્ય' નું નિર્માણ કરે છે. માટે અશુદ્ધ અને અયોગ્ય વિચારોનું *શુદ્ધિકરણ જરૂરી છે.*
🌿૫)અયોગ્ય કર્મ.
*આપણાં કર્મ જ આપણાં ભાગ્યનું નિર્માણ કરે છે.*
જીવન દરમિયાન અપને ૧)આપણાં *શરીર વડે* ૨)આપણાં *શબ્દો વડે* ૩)આપણાં *વિચારો વડે* ૪)આપણાં *'ભાવ' વડે* કર્મ કરતા રહીએ છીએ. આ કર્મ જ આપણાં સુખ અને દુઃખ માટે જવાબદાર હોય છે.
ક્રોધ, ઈર્ષા, અદેખાઈ, અહંકાર, અજંપો, ગ્લાનિ વગેરે ભાવ આપણાં શરીર ના ઊર્જા ચક્રોને ડિસ્ટર્બ કરે છે જે રોગ, દુઃખ અને દુર્ભાગ્ય નું કરણ બને છે.
(◆દુઃખ, ગ્લાનિ, અહંકાર થી *અનાહત ચક્ર અશુદ્ધ થાય છે* પરિણામે હૃદય રોગ, ફેફસા ના રોગ થાય છે.
◆ચિંતા, ક્રોધ થી *આજ્ઞાચક્ર અશુદ્ધ થાય છે* પરિણામે માઈગ્રેન, અનિંદ્રા, મેમરી લોસ, મગજ ના રોગ થાય છે.
◆ભય વગેરેથી *નાભિચક્ર અશુદ્ધ થાય છે* પરિણામે ડાયાબિટીસ, પાચનતંત્ર ના રોગ, કિડની વગેરે ના રોગ થાય છે.
◆ઉદાસીનતા, ઊંડાણમાં ધરબાયેલી ઘટનાઓથી *સ્વાધિષ્ઠાન ચક્ર અશુદ્ધ થાય છે* પરિણામે વંધ્યત્વ, શુક્રાણુઓની કમી, ચામડી ના રોગ, નિષ્ફળતા વગેરે રોગ દુઃખ ઉદ્દભવે છે.
◆કર્મદોષ થી *મૂલાધાર ચક્ર અશુદ્ધ થાય છે* પરિણામે કેન્સર, પાઇલ્સ, hiv વગેરે રોગ થાય છે.)
જો સૂક્ષ્મ શરીર માં *(મનશરીર માં)* પ્રવેશ કરીને ક્રોધ ઈર્ષા અહંકાર વગેરે અયોગ્ય ભાવ ને દૂર કરી તેની જગ્યાએ પ્રેમ, કરુણા, આનંદ, આત્મસુખ ના ભાવોને સ્થપિત કરવામાં આવે તો *મનોદૈહિક અને કર્મ આધારિત રોગો* દૂર થશે સાથે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે.
માટે *શુદ્ધિકરણ જરૂરી છે.*
🛎હવે પ્રશ્ન એ છે કે શુદ્ધિકરણ કરવું કઈ રીતે?
🛎કોના વડે શુદ્ધિકરણ કરવું??
🌿ઉપર જોઈ ગયા તેમ ખોરાક, હવા અને પાણી તો શુદ્ધ નથી રહ્યાં.
*સમસ્ત પૃથ્વી પર, અરે..! અખિલ બ્રહ્માંડમાં જો કોઈ શુદ્ધ તત્વ બચ્યું હોય તો તે છે વિશ્વવ્યાપી પ્રાણશક્તિ COSMIC ENERGY.*
✨ અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્ત દિવ્ય પ્રાણશક્તિ, પ્રાણઉર્જા, ચેતના, Shiva Consciousness, COSMIC ENERGY Life force Energy એ જ સૃષ્ટિ નું સંચાલન કરે છે પાલનપોષણ કરે છે અને જીવાડે છે. આ પ્રાણશક્તિ ઓછી થવાથી જ રોગ દુઃખ દુર્ભાગ્ય ઉદ્દભવે છે. જો આ પ્રાણશક્તિ ને વધારી દેવામાં આવે તેના વડે સ્નાન કરવામાં આવે તેના વડે શરીર અને મન નું શુદ્ધિકરણ કરવામાં આવે તો રોગ દુઃખ ચિંતા દુર્ભાગ્ય વગેરે તુરંત જ દૂર થાય છે.
🌿પ્રાણશક્તિ COSMIC ENERGY પુરા બ્રહ્માંડ માં વ્યાપ્ત છે. તેના વડે સ્નાન કરવા માટે તેને એકત્રિત કરવી જરૂરી બને છે.
આ માટે એવા યોગી એવા સાધક નું સાનિધ્ય જરૂરી બને છે જે બ્રહ્માંડ ના વિવિધ આયામો માંથી કોસ્મિક એનર્જી ને ખેંચીને તેને ખાસ જગ્યાએ કે ખાસ મનુષ્ય ની અંદર પ્રવાહિત કરી શકે.
🌿જ્યાં સુધી આ દિવ્ય અનુભવ ન થાય ત્યાં સુધી આ બધું કાલ્પનિક લાગે તે સ્વાભાવિક છે.
પરંતુ *સ્વામી મિલન ગુરુજી* ના સાનિધ્યમાં 1400 થી વધુ શિબિરાર્થીઓ એ આ ચમત્કાર જોયો છે અનુભવ કર્યો છે.
🛎 *(આ શિબિરોમાં શિબિરાર્થીઓ કોસ્મિક એનર્જી ને પોતાની બંને હથેળીઓમાં અને ઊર્જા ચક્રોમાં "દરિયાની લહેરોની જેમ" અનુભવ કરે છે અને અચંબિત થાય છે. આ વાઈબ્રેશનની લહેરો પણ ત્યારેજ આવે છે જ્યારે ગુરુજી હાથ હલાવે અથવા અનુભવ કરવાનું કહે છે. આ પ્રયોગ ખુલ્લી આંખે બતાવવામાં આવે છે. #"પ્રાણિક હિલિંગ" ના દિક્ષાર્થીઓ તો હવે બીજાને પણ આ લાભ આપી રહયા છે એટલે કે #"પ્રાણિક હિલિંગ" #Distance Healing વડે બીજાના દુઃખ દૂર કરીને પુણ્ય નું ભાથું બાંધી રહ્યા છે.)*
🌿◆ *સિદ્ધયોગ અને પ્રાણિક હિલિંગ શિબિરમાં* બ્રહ્માંડિય ઊર્જા વડે સ્નાન થાય છે. આ સ્નાન એ જ *કોસ્મિક બાથ* છે. બ્રહ્માંડની ની દિવ્ય ઊર્જા વડે સ્નાન કરીને જ આ શિબિરોમાં સેંકડો શિબિરાર્થીઓ પોતાના વર્ષો જુના રોગ દુઃખ કલાકો કે દિવસોમાં દૂર કરી રહ્યા છે.
🌿◆ પાણીથી સ્નાન વડે બાહ્ય ત્વચા શુદ્ધ થાય છે. બાહ્ય ત્વચા ને વધુ શુદ્ધ અને ચમકદાર બનાવવા માટે બ્યુટી પાર્લર ની સેવા જરૂરી બને છે. પરંતુ શરીર ની અંદર ના મેલ નું શું? મનમાં પેસી ગયેલા મેલ અને ઝેર નું શું?
🌿◆આ બધો કચરો, વિષાક્ત તત્વો દૂર કરવા માટે *કોસ્મિક બાથ* જરૂરી બને છે.
🌿 *◆તમારે જો ખરેખર જ સુખી થવું હોય ને તો દર 6 મહિને કોસ્મિક બાથ લેતા રહો એટલેકે આ શિબિર અટ્ટેન્ડ કરતા રહો જેથી 6 મહિના ના પાપકર્મ ધોવાતા રહે.*
🌿◆જેમ શરીર ની જાળવણી માટે પાર્લર માં જવા ની એક ટ્રેડિશન એક ફેશન બની ગઈ છે તેમ મન અને આત્મા ને શુદ્ધ કરવા માટે કોસ્મિક બાથ ને પણ તમારા જીવન નો એક ભાગ બનાવો. તેને ફરજિયાત બનાવો.
👉 *સ્વયં ભગવાન નું આમંત્રણ સમજીને આ શિબિર ને એક પ્રસંગ ની જેમ ઉજવો.*
આગામી
🌿 *સિદ્ધયોગ અને પ્રાણિક હિલિંગ શિબિર*
8/5/17 to 19/5/17
શિબિર માં ભાગ લેવા માટે રૂબરૂ આવી ફોર્મ ભરી એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
*શિબિર/રજીસ્ટ્રેશન સ્થળ*
આનંદમ યોગ સાયન્સ ફાઉન્ડેશન
જોગીપાર્ક-૨, રણછોડ નગર પાછળ, સિદ્ધનાથ મહાદેવ થી અંદર, ઝાંઝરડા રોડ, *જૂનાગઢ*
8000032032, 9574704000
Facebook: swami milan
swami-milan.blogspot.in
Youtube: swami milan
Fb page: સિદ્ધયોગ અને પ્રાણિક હિલિંગ
Comments
Post a Comment