#ગ્રહદોષ_અને_તેનું_નિવારણ
🔹ગ્રહદોષ અને તેનું નિવારણ🔹
મનુષ્યના જન્મ સમયે ગ્રહોની જે સ્થિતિ હોય તેની અસર મનુષ્યના જીવન પર રહે છે જેને ભાગ્ય કહે છે.
અમુક પ્રકાર ના ગ્રહોના યોગ બનતા હોય તો તેની સારી કે માઠી અસર આપણાં શરીર પર, મન પર અને જીવન પર થાય તે સત્ય છે.
હવે,
અહીં હું કંઈક વિશેષ બાબતો પર પ્રકાશ ફેંકવા માંગુ છું.
ગ્રહો ની અસર કઈ રીતે આપણી ઉપર થાય છે તે જોઈએ.
દરેક ગ્રહની પોતાની એક ગુરુત્વ શક્તિ હોય છે ઊર્જા હોય છે.
આ શક્તિના પ્રવાહો આ ઊર્જાના તરંગો બ્રહ્માંડમાં તેની અસર ઉત્પન્ન કરતા રહે છે તેમ પૃથ્વી ઉપર પણ અસર કરે છે.
તેની અસર આપણા વાતાવરણ પર, પ્રકૃતિ પર, સમુદ્ર પર, દરેક જીવ જંતુ પશુ પક્ષી પર અને મનુષ્ય પર થાય છે.
◆બરાબર સમજો કે ગ્રહોના તરંગો, ગ્રહોની ઊર્જા ના પટ્ટાઓ આપણાં શરીર અને આપણાં જીવન પર અસર ઊપજાવે છે.
જો આ ગ્રહોની અસર સહન કર્યા કરીએ તો આપણે પ્રારબ્ધવાદી કહેવાઈએ અને જીવનભર ભાગ્યને અને ગ્રહોને કોસ્યા કરીએ.
તો તો પછી પુરુષાર્થ નું કોઈ મહત્વ જ ન રહે.
તો તો પછી કોઈ કર્મ કરે જ નહીં, મહેનત કરે જ નહીં અને સારા યોગ આવે તેની રાહ જોઇને બેસી રહે અને જીવન સમાપ્ત કરી દે.
તો શું એવો કોઈ ઉપાય છે કે જેનાથી આ ગ્રહો ની અસર માંથી મુક્ત થઈ શકાય અથવા ગ્રહોની કૃપા પ્રાપ્ત કરી શકાય?
જી હા. ઉપાય છે.
સચોટ અને પદ્ધતિસરનો ઉપાય છે.
ઉપર જોયું તેમ ગ્રહોની અસર મનુષ્ય ના શરીર મન મસ્તિષ્ક પર થાય છે. અરે, ચંદ્રની કળા ની અસર પણ મનુષ્ય ના મન મસ્તિષ્ક પર થાય છે.
*ઘણાં અભ્યાસ અને પ્રયોગોથી એ સિદ્ધ થયું છે કે પૂર્ણિમાના ની રાત્રીએ ઉન્માદ અને પાગલપન ના કિસ્સા વધી જાય છે.*
🔴
ચંદ્ર, સૂર્ય, રાહુ, કેતુ, શનિ વગેરે ગ્રહોની અસર ત્યાં સુધી મનુષ્ય પર થશે જ્યાં સુધી તેની ચેતના સુતેલી રહેશે.
જો ચેતના શક્તિને જાગ્રત કરી દેવામાં આવે તો મનુષ્યના તરંગો/vibration બદલાઈ જશે.
મનુષ્યના આ બદલાયેલા તરંગો પર ગ્રહોની અસર નથી થતી.
આ તો ખરેખર ખરાબ ગ્રહોની અસર માંથી મુક્ત થવાની વાત થઈ.
પણ, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જીવનમાં કોઈ ખરાબ પ્રસંગ બને, કોઈ નિષ્ફળતા મળે, ધંધામાં ખોટ જાય એટલે શંકાની સોય ભાગ્ય, કુંડળી અને ગ્રહદોષ પર તાકવામાં આવે છે.
ઘણીવખત ગ્રહદોષ ન હોય તો પણ મન માં ભ્રમ અને ભય પેસી જાય છે કે મારે ગ્રહદોષ છે, મારે પનોતી છે વગેરે... અને કોઈ કારણ વગર પીડા અને દુઃખ અને દુર્ભાગ્ય ની રચના મનુષ્ય પોતે જ કરે છે અને પછી ઠેકઠેકાણે જ્યોતિષ, જાપ, વિધિ, મંત્ર, કર્મકાંડ વગેરે ઉપાયો અજમાવે છે.
પરંતુ આ બધામાં પણ *એકાગ્રતા નો અભાવ હોવાથી ચિત્ત બીજે ભટકતું હોવાથી ખાસ લાભ થતો નથી.*
એક હાથમાં માળા હોય જાપ ચાલુ હોય...આંખો ખુલી હોય... શરીર હલચલ કરતું હોય... છોકરા, નોકરી, બિઝનેસ, મહેમાન ના વિચારો ચાલુ હોય... આ પ્રકારે થતા જાપ તપ નું ફળ ક્યાંથી મળે!!!
ઉપર જે ચેતના શક્તિ ને જાગ્રત કરવાની અને એકાગ્રતા કેળવવાની વાત કરી તે માટે
*સિદ્ધયોગ ની ક્રિયાઓ અને પ્રાણિક હિલિંગ* ની વિધિ જરૂરી બને છે.
મણિપુર અનાહત વગેરે ઊર્જા ચક્રો જાગ્રત થાય તો જ ચેતના જાગ્રત થાય અને ઉર્ધ્વગામી બને અને તોજ પાંચ પ્રાણ શુદ્ધ થાય અને તો જ મન ની શક્તિ અને આત્મ શક્તિ જાગ્રત થાય.
આ વિધિ ની સાથે મંત્ર ની શક્તિ નું સંયોજન થાય એટલે વિશેષ અસર ઉપજે.
સાથે ગ્રહોને હિલિંગ એનર્જી મોકલવાનું શરૂ કરીએ એટલે સામે પક્ષે ગ્રહો કૃપા વરસાવવાનું શરૂ કરે.
ગ્રહદોષ ન હોય તો પણ નવગ્રહ સાધના કરો તો સૂર્ય ગુરુ આદિ ગ્રહોને બળવાન થાય છે જેથી સમાજમાં માન પ્રતિષ્ઠા વૈભવ વધે છે.
*સોમવારથી શરૂ થતી શિબિરમાં ગ્રહદોષ નિવારણ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.*
🔴
કાલ સર્પ યોગ હોય, મંગલ દોષ હોય, શનિ દોષ હોય કે કેવાપણ ખરાબ પ્રકારના કુંડળી દોષ કે પિતૃદોષ હોય તેવા લોકો ખાસ આ શિબિરનો લાભ લે.
🔴
*સિદ્ધયોગ અને પ્રાણિક હિલિંગ શિબિર*
(ગ્રહદોષ નિવારણ સ્પેશિયલ)
22/5 થી 2/6/2017
સમય સવારે 6થી7:30 or 9થી10:30
(કોઈપણ એક સમય પસંદ કરો.)
એડવાન્સ રજીસ્ટ્રેશન જરૂરી.
*શિબિર/રજીસ્ટ્રેશન સ્થળ*
#સિદ્ધયોગ_અને_પ્રાણિક_હિલિંગ
આનંદમ યોગ સાયન્સ ફાઉન્ડેશન
જોગીપાર્ક-૨, રણછોડ નગર પાછળ, સિદ્ધનાથ મહાદેવ રોડ,
ઝાંઝરડા રોડ, જૂનાગઢ
8000032032, 9574704000
Facebook swami milan,, youtube swami milan
swami-milan.blogspot.in
Comments
Post a Comment