#Energy_Healing_Therapy

#એનર્જી_હિલિંગ_ચિકિત્સા શું છે?
શા માટે જરૂરી છે?

યોગ અને આયુર્વેદમાં વર્ષમાં બે વખત મોટા આંતરડાનું શુદ્ધિકરણ કરવાનું કહ્યું છે. આ નિર્દેશ બીમાર મનુષ્ય માટે નહીં પરંતુ સ્વસ્થ મનુષ્ય માટે આપેલ છે. અર્થાત સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ વર્ષ માં બે વખત આંતરડાની શુદ્ધિ કરવી. જો મોટા આંતરડાનું શુદ્ધિકરણ નહીં કરવામાં આવે તો તેની આંતરિક દીવાલ પર મ્યુકસ/ચીકણો પદાર્થ જમા થતો રહેશે અને તેને પરિણામે મોટા આંતરડાની અંદરની દીવાલો પર સ્થિત 72 જેટલા સંવેદનાના કેન્દ્રો આ ચીકાસ ની નીચે ઢંકાઈ જશે. અને તેથી #પાચનતંત્ર તેની ક્રિયાશીલતા/ સંવેદનશીલતા ગુમાવી દેશે જેથી શરીર માટે જરૂરી #પ્રોટીન, #વિટામિન અને #કાર્બોહાઇડ્રેટ શરીરમાં અવશોષિત નહીં થાય અને મળ વાટે બાહર નીકળી જશે. માટે, આપણે લીધેલ #પૌષ્ટિક_આહાર નો આપણું શરીર ઉપયોગ કરી શકે તે માટે મોટા આંતરડાનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે.
મોટા આંતરડાનું શુદ્ધિકરણ કરવા માટે #શંખપ્રક્ષાલન ઉત્તમ વિધિ છે.

◆#શંખપ્રક્ષાલન
આ વિધિ માટે આખો દિવસ જોઈશે.
અનુભવી યોગાચાર્ય ના નિર્દેશ અનુસાર નમક અને લીંબુ મિશ્રિત હૂંફાળું પાણી પીતા રહેવાનું
અને ताड़ासन, तिर्यक ताड़ासन, कटिचक्रासन, उदाराकर्षनासना, भुजंगासन, तिर्यक भुजंगासन નો અભ્યાસ કરતા રહેવાનું એટલે તુરત પ્રેશર આવશે. પેટને હલકું કર્યા બાદ ફરી ફરી આ અભ્યાસ કરતો રહેવાનો. છેલ્લે એ સ્થિતિ આવેછે કે જે પાણી મુખ વાટે લઈએ છીએ તે જ પાણી પૂંઠે થી નીકળે છે. અંતમાં वमन/ઉલટી વડે જઠરમાં રહેલ પાણીને બહાર બહાર કાઢી થોડીવાર આરામ કરી નમક વગરની નરમ ખીચડી અને પુષ્કળ પ્રમાણમાં દેશી ગાયનું ઘી ગ્રહણ કરવાનું જેથી પાચન તંત્ર માં લુબ્રિકેશન થઈ જાય. ત્યાર બાદ ગરમ ધાબળો ઓઢીને સુઈ જવાનું કેમકે ખૂબ પરિશ્રમ પડે છે અને આરામની જરૂરિયાત ઉભી થાય છે.

પરંતુ,
આ શંખ પ્રક્ષલનની આ વિધિ વર્ષો પહેલાં સદીઓ પહેલાં પ્રસ્તુત કરવામાં આવી. અને એ સમયમાં અન્ન, સબ્જી, પાણી, હવા અને વિચારો સાત્વિક અને શુદ્ધ હતા. અત્યારે નથી રહ્યા અને દિનપ્રતિદિન બગડી રહ્યા છે.

અત્યારે પરિસ્થિતિ બગડી રહી છે. અને આ બગડતી પરિસ્થિતિ પ્રત્યે પ્રજા, પ્રશાસન અને મોડર્ન સાયન્સ ઉદાસીન છે. અમારી પાસે #હિલિંગ/ #ડિસ્ટન્સ_હિલિંગ માટે ગંભીર બીમારીના કેસ આવે છે. નિર્વ્યસની લોકો ગંભીર બીમારીમાં પટકાય છે અને તેમના ઘરના સભ્યો આશ્ચર્યચકિત હોય છે કે તેઓ બીમાર કેમ પડ્યા!! નિર્વ્યસની અને સપ્રમાણ શરીર ધરાવતા વ્યક્તિને કેન્સર, કિડની, હાર્ટએટેક જેવી જીવલેણ બીમારી કેમ લાગુ પડી!!

તો આ બીમારીઓની પાછળ #રાસાયણિક_ખાતર અને #ઝેરી_જંતુનાશક દવાઓ યુક્ત અશુદ્ધ ભોજન, અશુદ્ધ હવા, અશુદ્ધ પાણી પણ જવાબદાર હોય છે.
પણ, આ બધાં કરતાં વધુ નુકશાન અયોગ્ય જીવનશૈલી, અશુદ્ધ વિચાર અને ક્રોધ, ઘૃણા, અતિ મહત્વકાંક્ષા, ચિંતા, અજ્ઞાત ભય જેવા અયોગ્ય ભાવ શરીરમાં રોગ ઉતપન્ન કરે છે.

સતત ચિંતા રહેતી વ્યક્તિનું #મણિપુરચક્ર અને #આજ્ઞાચક્ર ડિસ્ટર્બ થાય છે પરિણામે માઈગ્રેન અને ચેતાતંત્ર ના રોગ થાય છે.
આજ્ઞાચક્ર અને મણિપુરચક્ર ને એનર્જી હિલિંગ આપવાથી આ તંત્ર અને રોગ થોડી મિનિટો, કલાકો કે દિવસોમાં ઠીક થઈ જશે.

બેઠાડુ જીવનશૈલી, દિશાહીન જીવન, વિચારવાયુ, અજ્ઞાત ભયને લીધે પણ મણિપુરચક્ર(નાભિચક્ર) અને સ્વાધિષ્ઠાનચક્ર (#sex_plexus) ડિસઓર્ડર થશે પરિણામે કિડની, પથરી, પાચનતંત્ર ની ગેસ એસીડીટી અપચો ની સમસ્યાઓ,  નિઃસંતાનતા, જાતિયજીવન ને લાગતી સમસ્યા, પાઇલ્સ વગેરે ઉદ્દભવે છે. એનર્જી હિલિંગ વડે મણિપુરચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્રને શુદ્ધ કરવાથી આ બધાજ રોગ મૂળમાંથી સમાપ્ત થઈ જાય છે.

પ્રશ્ન એ થાય કે #એનર્જી_હિલિંગ શું છે?

એનર્જી એટલે #શક્તિ, #પાવર, #ઊર્જા, #ચૈતન્ય. અને #હિલિંગ એટલે ઠીક કરવું સાજું કરવું.
જે #યોગી છે જેની #કુંડલિની જાગ્રત છે જે વ્યક્તિ શુદ્ધ ભાવના સાથે  બ્રહ્માંડના વિવિધ આયામો માંથી ઊર્જાને ખેંચીને બીમાર વ્યક્તિના શરીરમાં એ દિવ્ય ઊર્જા પ્રવાહિત કરે એટલે રોગિષ્ટ વ્યક્તિના સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરમાંથી રોગ દૂર થઈ જશે કારણકે તેમના ઊર્જા ચક્રો શુદ્ધ થઈ જશે....

સ્થૂળ અને સૂક્ષ્મનો ભેદ સમજવા માટે આપણું પોતાનું સર્જન કઈ રીતે થયું તે યાદ કરવું પડશે અને સમજવું પડશે. માતા ના ગર્ભમાં બાળક નું પોષણ માતા જે ખોરાક લે છે તે નાડ વાટે  સૂક્ષ્મ રીતે બાળકને મળે છે. (માતા ના વિચારો અને ભાવ પણ સંસ્કાર/કર્મ સ્વરૂપે #ગર્ભસ્થ_શિશુના મન મસ્તિષ્ક માં સ્થાપિત થાય છે જેને #ગર્ભસંસ્કાર કહે છે.)
બાળકના જન્મ પછી તુરત આ નાડ ને કાપી નાખવામાં આવે છે. સ્થૂળ નાડ તો ડિસ્કનેક્ટ થઈ ગઈ પણ નાભિ ના સૂક્ષ્મ તાર બ્રહ્માંડ સાથે જોડાયેલા રહે છે. સામાન્ય સ્થિતિમાં જ્યાં સુધી બાલ્યભાવ રહે, નિર્દોષતા રહે અને પેટ વડે શ્વસન ચાલુ રહે ત્યાં સુધી #નાભિચક્ર એક્ટિવ રહે છે અને શુદ્ધ રહે છે. (જો ગર્ભવતી માતાનું નાભિચક્ર શુદ્ધ નહીં હોય તો બાળકનું નાભિચક્ર પણ અશુદ્ધ થશે.) સાંસારિક બુદ્ધિ, તર્ક વિવિધ સંસ્કારનો પ્રભાવ વધવાની સાથે મણિપુર ચક્ર નિષ્ક્રિય થતું જાય છે અને તેનું ચૈતન્ય પાતાળ પ્રવેશ કરે છે અને તેથી મનુષ્ય જીવંત હોવા છતાં મૃત વ્યક્તિની જેમ પશુભાવ માં રહે છે અને રોગ, દુઃખ, દરિદ્રતાનો શિકાર બને છે.

◆સાબિતી શું કે #હિલિંગ મળે જ છે?

મારી શિબિરોમાં છેલ્લા 8 મહિનાથી હું શિબિરાર્થીઓ ની આંખો ખુલ્લી રખાવીને હિલિંગ શક્તિને મોજા સ્વરૂપે મોકલું છું અને પૂછું છું કે હિલિંગ ના પ્રબળ તરંગોનો મોજા સ્વરૂપે અનુભવ થયો કે નહીં? અને મોટાભાગના 90% લોકો હર્ષોનાદ સાથે હા કહે છે. આ પ્રત્યક્ષ સાબિતી થઈ કે #હિપ્નોટીઝમ કે #ટ્રાન્સ જેવી સ્થિતિ માં મોકલ્યા સિવાય હિલિંગ પાવર (#શક્તિપાત) નો અનુભવ થાય છે. બીજું શિબિરાર્થીઓ ને પ્રથમ દિવસથી જ સ્ફૂર્તિ, તાજગી, ચૈતન્ય નો અનુભવ થાય છે.
ટૂંક સમયમાં #કિર્લિયન_ફોટોગ્રાફી વડે પણ શિબિર પહેલાં, શિબિર દરમિયાન અને શિબિર પછી એનર્જીને માપવામાં આવશે. #શક્તિપાત પહેલાં અને પછી પણ #કિર્લિયન_રિપોર્ટ કરવામાં આવશે જેથી ભારતની આ મહાન વિદ્યાને વધુ સારી રીતે વૈજ્ઞાનિક અનુમોદન મળે અને લોકો ને સુખાકારી મળે.

◆ગયા મહિનાની નિઃસંતાનતા નિવારણ શિબિરમાં રાજકોટના એક પ્રબુદ્ધ સાધકે સરસ પ્રશ્ન કર્યો હતો કે આ એનર્જી હિલિંગની અસરકારકતા કઈ બાબતો પર આધાર રાખે છે?

તો, એક વ્યક્તિ કેટલા પ્રમાણમાં શક્તિપાત ગ્રહણ કરી શકશે તેનો આધાર તે વ્યક્તિની ચેતનાશક્તિ નું સ્તર, તેના કર્મ/સંસ્કાર (આ જન્મ ના કર્મ, બચપણ ના કર્મ, ગર્ભાવસ્થા દરમિયાન ના કર્મ, પૂર્વ જન્મ ના કર્મ, તેના માતા પિતા ના સંસ્કાર), તેની શ્રદ્ધા, તેની ગ્રહનશીલતા, તેની જીવનશૈલી જેવી બાબતો પર આધાર રાખે છે. પણ એક વાત તો 100% છે કે #શક્તિપાત નો અનુભવ થાય કે ન થાય તેની સારી અસર તો જરૂર ને જરૂર થાય છે અને રોગ, દુઃખ, #નેગેટીવીટી દૂર થાય જ છે.

◆શા માટે જરૂરી છે #એનર્જી_હિલિંગ?

ઉપર જોઈ ગયા તેમ આપણે દરરોજ ભોજન, પાણી, હવા, વિચારો સ્વરૂપે વિષાક્ત તત્વો ગ્રહણ કરીએ છીએ અને તેને શુદ્ધ કરવા માટે જો કોઈ શુદ્ધ તત્વ હોય તો તે બ્રહ્માંડ ની ઊર્જા (#cosmic_energy) છે. જેને આપણે #શિવ_કોન્સિયસનેસ કે #શિવકૃપા કહીએ છીએ. માટે બીમાર જ નહીં પરંતુ સાજા અને સ્વસ્થ વ્યક્તિએ પણ પોતાના શરીર મનને શુદ્ધ, તંદુરસ્ત રાખવા માટે એનર્જી હિલિંગ લેવું જોઈએ.

એનર્જી હિલિંગ અને યોગ આધારિત એક મહિનાનો હેલ્થ એજ્યુકેશન નો એક મહિનાનો પ્રોગ્રામ 1st ડિસેમ્બર 2017 થી જૂનાગઢ સેન્ટર પર શરૂ થઈ રહ્યો છે.

શનિવારે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધીની આખા દિવસની શિબિર ડિસેમ્બર ના બીજા અઠવાડિયા થી શરૂ થઈ રહી છે જે નિઃશુલ્ક છે.

સોમ થી શુક્ર સાંજે 5 વાગ્યે નિઃશુલ્ક હિલિંગ આપવામાં આવે છે.

એનર્જી હિલિંગ (પરમ શિવની કૃપા) વડે કોઈપણ અને બધાજ રોગ દૂર થઈ શકે છે.

ઈશ્વર સૌને સ્વસ્થ રાખે સુખ આપે સૌનું કલ્યાણ કરે.

-સ્વામી મિલન

આનંદમ યોગ સાયન્સ ફાઉન્ડેશન
'શુભમ્',  50. વર્ધમાન નગર-૨, ગોકુલધામ સોસાયટી, સિદ્ધનાથ મહાદેવ મંદિર પાછળ,
ઝાંઝરડા રોડ, જૂનાગઢ
95747 04000, 78743 92999, 94264 51859
facebook: swami milan.  youtube: swami milan.

Comments

Popular posts from this blog

#Mantra_yog

#प्राणिक_हिलिंग_दीक्षा