ચરિત્ર નું નિર્માણ


તમે જે છો, તમે જેવા છો એ શા માટે છો?
તમને દુઃખી છો અથવા સુખી છો..
તમને આ ફાવે અને પેલું ન ફાવે..
તમને રીંગણ ન ભાવે. તમને બટેટા બહુ ભાવે..
તમને મોદીજી બહુજ ગમે. અને પાછા એ જ મોદીજી 6 મહિના પછી ન ગમે...!!
આવું કઈ રીતે થાય છે?
તમારા ચરિત્ર નું નિર્માણ કઈ રીતે થાય છે?
તમારા વિચારો, તમારા ભાવ કઈ રીતે બદલાય છે?
તમારો ટેસ્ટ કઈ રીતે બદલાય છે?
તમે જે છો એ જ તમે છો કે બીજું કોઈ તમને નચાવે છે..!!
તમારા પર તમારું જ નિયંત્રણ છે કે બીજા કોઈ નું??

પણ, તમે એટલે કોણ?
તમારી ઓળખાણ શું?
તમે એટલે તમારું નામ!
તમે એટલે તમારી બુદ્ધિ?
તમે એટલે તમારી ડિગ્રી/એજ્યુકેશન/પદ/પ્રતિષ્ઠા/હોદ્દો..!!
ખરેખર..!!
તમારી તમારા વિશે ની આ માન્યતા ખરી છે? સત્ય છે? યથાર્થ છે??

વિચાર કર્યો છે ક્યારેય?

તમે જેવા બન્યા છો એવા રાતોરાત તો નથી બની ગયા..
ધીમે ધીમે, તમારા શરીરનું   તમારી બુદ્ધિનું   તમારા વિચારોનું   તમારા મનનું   તમારા ચરિત્રનું   તમારા કુટુંબનું   તમારા ફ્રેન્ડ સર્કલનું   તમારા બિઝનેસનું   તમારી કારકિર્દીનું નિર્માણ થાય છે... વિસ્તાર પામે છે...

ખરું ને..!

પરંતુ કઈ રીતે?
આ બધું સભાન અવસ્થા માં થાય છે કે અભાન અવસ્થામાં??
(ચાર અવસ્થા: જાગ્રત સુષુપ્ત સ્વપ્ન તુર્યા)

અત્યારે આપણે જે કેરેક્ટર જોઈ રહ્યા છે તે બધા નું નિર્માણ કઈ રીતે થાય છે??

મોદીજી મોદીજી શું કામ છે?
રાહુલજી એવા કેમ છે?
ગુણવંતભાઈ શાહ કોને આધારે લેખ લખે છે?
જયભાઈ વસાવડા એવું કેમ લખે છે?
નિવૃત જસ્ટિસ કાતજુ જી કેમ બફાટ કરે છે?
અમુક લોકો ની વોલ પર નેગેટિવ પોસ્ટ જ શું કામ હોય છે?
ઘણાં જ્ઞાની લોકોને ખબર છે કે ભ્રષ્ટાચાર થી અનીતિ કમાયેલું ધન દુઃખ અને માત્ર દુઃખ જ આપે છે.. છતાં પણ એ લોકો કેમ દુરાચાર છોડી નથી શકતા???
અમુક લોકો સાવ બુદ્ધુ હોય, આવડત ન હોય, પરિશ્રમ પણ ન કરતા હોય તો પણ લક્ષ્મી પતિ હોય.. કઈ રીતે?
અમુક લોકો સખત મેહનત કરે છતાં પણ દરિદ્ર રહે... શુ કામ?
તમારા સંતાને તમારે ત્યાં જ જન્મ કેમ લીધો? બીજાને ત્યાં કેમ નહીં?

દેશ દુનિયામાં જે કાંઈ ચાલી રહ્યું છે તે બરાબર છે? બધી જ ઘટનાઓ પર કોઈનું નિયંત્રણ છે? ભગવાન છે? ક્યાં છે? કેવો છે?

...વધુ આવતા અંકે.

(બીજા મણકા માટે જોઈન કરો facebook: swami milan)

-સ્વામી મિલન ગુરુજી
પ્રાણિક હિલિંગ ગ્રાન્ડ માસ્ટર
યોગ ગુરુ
આધ્યાત્મિક ચિકિત્સક
આનંદમ યોગ સાયન્સ ફાઉન્ડેશન
જૂનાગઢ

Comments

Popular posts from this blog

#Energy_Healing_Therapy

#Mantra_yog

#प्राणिक_हिलिंग_दीक्षा